My Inspiration - My Father

My Inspiration - My Father

એક સંવેદનશીલ લોકસેવક - ગણપતસિંહ સોલંકી

ધગશ હ્રદયે રહી સદૈવ, નવીન કરતાં રહેવાની, પડકારને ઝીલતા રહી, પુરુષાર્થ સદા કરતાં રહ્યાં. "

                                  બીજાનું પડાવી લેવામાં નહીં,પરંતુ આપીને રાજી થાય તેવો ગુણ ખેડૂતનાં લોહીમાં જ હોય છે. ખોટો આડંબર જેને આવડતો નથી અને કોઈનું અહિત ઇચ્છતા નથી તેવા ખેડૂત એટલે ગણપતસિંહ સોલંકી. નાનપણથી જ કોંગ્રેસ વિચારધારા ને વરેલા ગણપતસિંહ સોલંકી નો જન્મ 5 ઓગષ્ટ 1985માં થયો હતો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખીમંત ગામનાં વતની ગણપતસિંહએ SSC સુધી અભ્યાસ કર્યો. સમાજ સેવાનાં ઉદ્દેશથી 2007માં કોંગ્રેસ સાથે જોડાયા. સામાજિક,રાજકીય,સહકારી અને શૈક્ષણિક ક્ષેત્રે સમર્પિત છે. સોલંકી પરિવાર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. પિતા સ્વ.જીવણસિંહ મણીસિંહ સોલંકીએ ખીમંત ગ્રામ પંચાયતનાં સરપંચ તરીકે સેવા આપી અને શૈક્ષણિક સંકુલોના નિર્માણ માટે અથાગ પ્રયત્નો કર્યા તથા ગામનાં જૈન સમુદાયને વિકાસ માટે પ્રેરિત કર્યા હતાં. સહકારી ક્ષ્રેત્રે તેમના પિતાજીનું યોગદાન નોંધનીય છે. ગણપતસિંહ કહે છે કે મારા ભાઈ પણ રાજકીય ક્ષેત્રે સક્રિય છે. આમ બન્ને ભાઈઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પિતા અને તેઓ વિધાનસભામાં ઉમેદવારી માટે દાવેદારી કરી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ ખેડૂતનાં ઘણાં પ્રશ્નો હલ કરી તેમના સતત માર્ગદર્શક અને હમદર્દ રહ્યા છે. ગામમાં બાકી રહેલી પાયાની સુવિધાઓ પૂરી કરવા કાર્યરત છે. મૂળ કોંગ્રેસી એવા ગણપતસિંહ સોલંકી પક્ષના વફાદાર અને ખંતીલા સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની ખાત્રી આપતા તેઓ જણાવે છે કે પક્ષનાં સિદ્ધાંત અને આદર્શો દ્વારા લોકહિતના કાર્યો કરતો રહીશ. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ જેવી સામાજિક પ્રવૃતિઓમાં રસ લેવાનું તેઓ ચુકતા નથી. કુદરત અને માનવ સર્જિત આપત્તિનાસમયે અસરગ્રસ્તોને સહાય કરવામાં તેઓ અગ્રેસર રહે છે.

 

રાજકિય પ્રવૃત્તિ :

મહામંત્રી : યૂથ કોંગ્રેસ પાર્ટી, ધાનેરા

પ્રમુખ : ધાનેરા તાલુકા પંચાયત

 

સહકારી પ્રવૃત્તિ :

ડિરેકટર : ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, ધાનેરા

ચેરમેન : ધી સરકાર ક્રેડિટ કો ઓપેરેટીવ સોસાયટી, પાંથાવાડા

ચેરમેન :  ધી ખીમંત દૂધ ઉત્પાદક સહકારી મંડળી

ચેરમેન:  ધી ખીમંત સેવા સહકારી મંડળી

ચેરમેન : ધી દાંતીવાડા તાલુકા બીજ ઉત્પાદન સહકારી મંડળી, પાંથાવાડા

ચેરમેન : ધી ખીમંત ફળ શાકભાજી સહકારી મંડળી

ચેરમેન : ધી રબારી ગોળીયા સેવા સહકારી મંડળી, ખીમંત

 

શૈક્ષણિક પ્રવૃત્તિ:

મંત્રી :  શ્રીમતી TMSજોગાણી વિધાલય, ખીમંત

મંત્રી :  શ્રી જાગૃતિ પ્રાથમિક વિધામંદિર, ખીમંત

મંત્રી :  શ્રીમતી ખીમંત સાર્વજનિક ટ્રસ્ટ

 

વ્યાવસાયિક પ્રવૃત્તિ:

નવયુગ ટ્રેડર્સ, ધાનેરા

ગણપત ટ્રેડીંગ, પાંથાવાડા

સાંઇકૃપા કન્સ્ટ્રકશન, ધાનેરા

સાંઈનાથ પેટ્રોલિયમ, ખીમંત

આશિર્વાદ જવેલર્સ, અમદાવાદ

ગોવર્ધન કોલીસ્ટોર, ડીસા

ડારવીન સાબુ ફેક્ટરી

સોલંકી જોગણી ફાર્મ, ખીમંત

સોલંકી ફર્મ

Close
Close